84-A, Bની જમીનમાં પ્રિમિયમ ભરવંુ પડે તેમ હતું
સરકારના બે વર્ષ અગાઉ કરાયેલા નિયમ વિરુદ્ધના પરિપત્રને સુધારતાં બે વર્ષથી અટવાયેલી જમીનો છૂટી થશે. ~1 કે તેથી વધુ દંડ લઈ કલમ 84ની જુદી જુદી પેટા કલમ હેઠળ નિયમબદ્ધ કરાયેલી તમામ જમીનને નવી શરત ગણવાના ખામીયુક્ત પરિપત્રમાં સુધારો કરી હવે માત્ર 84-સી હેઠળ દંડ લઈ નિયમબદ્ધ કરાયેલી જમીનમાં નવી શરત ગણવાના નિર્ણયથી ~500 કરોડની જમીન વિકાસ માટે છૂટી થશે.
ગણોતધારાના નિયમ હેઠળનીજમીન મૂળ જમીન માલિક કે અન્યને તબદીલ કરવામાં આવી હોય તેવા સંજોગોમાં ગણોતધારાના અમલની તારીખ 1 એપ્રિલ 1957ને ધ્યાનમાં લેવામાં આવે છે. જે અંતર્ગત નિયત તારીખ પછી ગણોતિયા કમી થયા હોય તેવા સંજોગોમાં જે તે સમયે કૃષિપંચ દ્વારા આવા વ્યાવહારને નિયમબદ્ધ કરવા માટે દંડ કરવામાં આવતો હતો. દંડ ગણોતધારાની 84-સી મુજબ કરવામાં આવતો હતો. જમીનોને જૂની શરત ગણવી કે નવી શરત તે માટે 1959માં એક પરિપત્ર કરાયો હતો. જે મુજબ માત્ર 84-સી હેઠળની જમીનો નવી શરતની ગણવી તેવો નિર્ણય સરકારે કર્યો હતો. પરંતુ 3 જુલાઈ 2012માં કરાયેલા પરિપત્રમાં ભૂલ કરી માત્ર 84-સીના બદલે આખી 84 કલમનો ઉલ્લેખ કરાયો હતો. જેના કારણે છેલ્લાં બે વર્ષથી 84-અે અને 84-બી હેઠળ આવતી જમીનો પણ અટવાઈ ગઈ હતી. પરંતુ રાજ્ય સરકારે 3 જુલાઈ 2012ના ખામીયુક્ત પરિપત્રને સુધાર્યો છે.
84-A |15 જૂન 1955 કે તે પહેલાં ગણોતિયા કે મૂળ જમીન માલિક વચ્ચે અથવા તો ગણોતિયાની ઉપસ્થિતિમાં ત્રાહિતને થયેલા વેચાણ વ્યાવહારને ગણોતધારાની કલમ 84-એ હેઠળ નિયમબધ્ધ કરવામાં આવ્યા હતા. જે જમીનને નવી શરત કે પ્રતિબંધિત શરતના નિયંત્રણ લાગુ પડતા નથી.
84-B|1 એપ્રિલ 1957ને ખેડૂત દિવસના રોજ જમીન ખેડતા ગણોતિયાને ડીમ્ડ પરચેઝર એટલેકે માલિક ગણવામાં આવ્યા. 15 જૂન 1955થી 1 ઓગષ્ટ 1956 અને 1 ઓગષ્ટ 1956થી 1 એપ્રિલ 1957 વચ્ચે થયેલા ગણોતિયા અને જમીન માલિક વચ્ચેના વ્યાવહારને 84-બી હેઠળ નિયમબધ્ધ કરાયા. જેને નવી શરત કે પ્રતિબંધિત શરતના નિયંત્રણ લાગુ પડતા નથી.
84-C|1 એપ્રિલ 1957ને ખેડૂત દિવસ પછી કમી થયેલા ગણોતિયા કે ગણોતિયા અને જમીન માલિક વચ્ચે થયેલા જમીનના વ્યાવહારને ગણોતધારાની કમલ 84-સી હેઠળ નિયમબધ્ધ કરવામાં આવ્યા હતા. પરંતું રીતે જમીન ધારણ કરનાર મૂળ જમીન માલિક, ગણોતિયા કે ત્રાહિત વ્યક્તિ નવી શરતે કે પ્રતિબંધિત શરતે જમીન ધારણ કરે.
શું છે કલમ?
વિવાદ શું હતો? |અર્થઘટનમાં ફેર
84-સી હેઠળના દંડને નવી શરત ગણવાનો રાજ્ય સરકારનો નિર્ણય
નિવેડો |2 વર્ષથી ~1 દંડના ખોટા પરિપત્રમાં અટવાયેલી જમીનો માટે માર્ગ મોકળો
પરિપત્ર મળ્યા બાદ અમલ
^2012માંકરાયેલા કલમ 84ના પરિપત્રમાં સુધારો કરવા માટેની બાબત સરકારમાં લાંબા સમયથી વિચારણા હેઠળ હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાની કોઈ સત્તાવાર જાણ કરાઈ નથી. પરંતુ સરકારે જો કોઈ આવો નિર્ણય કર્યો હશે તો વિભાગમાંથી પરિપત્રની નકલ મળ્યા બાદ તેનો અમલ શરૂ કરવામાં આવશે. > વી.એલ.પટેલ, નાયબકલેકટર, જમીન સુધારણા
Comments
Post a Comment